Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વડોદરામાં નવ વર્ષીય બાળકી પર ટીવી પડતા બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ

વડોદરા: શહેરમાં નવ વર્ષની બાળકી બપોરે  અભ્યાસ કરવા માટે પોતાના  ચોપડા શોધતી હતી. તે સમયે ટીવી તેની પર પડતાં તેનું માથું છૂંદાઈ જતાં કરૃણ મોત નિપજ્યું છે.

અટલાદરા વિસ્તારમાં માતા, સાવકા પિતા અને ભાઈ સાથે રહેતી નવ વર્ષની બાળકી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈકાલે  બપોરે પોણા ચાર વાગ્યે બાળકી અભ્યાસ કરવા માટે ચોપડા શોધતી હતી. તેના પિતા નોકરીએ ગયા હતા. ભાઈ બહાર હતો  જ્યારે તેની મમ્મી ઘરકામમાં વ્યસ્ત હતી.

ચોપડા શોધતા શોધતા અચાનક ટીવી બાળકી પર પડતાં તેનું માથુ છૂંદાઈ ગયું હતુ. ટીવી પડવાનો અવાજ થતા તેની માતા દોડી આવ્યા હતા. માતાએ જોયું તો માસૂમ બાળકી  પર ટીવી પડયું હતુ.  ગભરાઈ ગયેલી માતાએ બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા.  અને લોહી લુહાણ બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ બાળકીનું કરૃણ મોત નિપજ્યું હતુ. જેના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(6:11 pm IST)