Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વડોદરા:ધો-12ની વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારનાર બી.બી.એ.ના વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં ધો.૧૨ની વિદ્યાર્થિનીને ઇમોશનલી બ્લેકમેઇલ કરી વારંવાર શારીરિક સંબંધો બાંધનાર બી.બી.એ.નાવિદ્યાર્થી પાસેથી  મકરપુરા પોલીસે લેપટોપ અને બે મોબાઇલ ફોન કબજે કર્યા છે, જેમાં વિદ્યાર્થિનીના ન્યૂડ ફોટા છે. 

ડભોઇરોડ સોમાતળાવ પાસે  ગિરીરાજ સોસાયટીમાં રહેતા જય હેમંતકુમાર અમીને વિદ્યાર્થિનીને ઇમોશનલી બ્લેકમેલ કરીને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે અંગે ગુનો દાખલ થયા પછી મકરપુરા પોલીસે જય અમીનને પકડયો હતો અને તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી આજે મકરપુરા પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી છે. જય અમીન અને તેની પ્રેમિકા વચ્ચે પારિવારિક સંબંધો પણ હતા. પરંતુ બંન્ને વચ્ચે બ્રેકઅપ થતા  વાત લગ્ન સુધી પહોંચી જ ન હતી. જય અમીને પોલીસને જણાવ્યુ હતું કે  પ્રેમિકાના ન્યૂડ ફોટાઓ તેના લેપટોપ અને મોબાઇલ ફોનમાં છે. જેથી પોલીસે તે કબજે લઇ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. જેથી પોલીસને જાણ થાય કે જય અમીને આ ફોટાઓ અન્ય કોઇને ફોરવર્ડ કર્યા છે કે કેમ? 

(6:11 pm IST)