Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં પ૦ ટકા સુધારોઃ આઇસીયુમાં સઘન સારવાર હેઠળ

અમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીની તબિયતમાં 50 ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. સિમ્સ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી કે, ભરતસિંહ સોલંકી હાલ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને 50થી 55 ટકા ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે.

બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક હતી. સોમવારે સાંજે તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, 90 ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી. પરંતુ આજે સિમ્સ હોસ્પિટલે અખબારી યાદીમાં કહ્યું કે, હવે ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં 45 ટકા રિકવરી છે. દર 12 કલાકે તેઓની ચકાસણી ચાલુ છે. રાઉન્ડ ધ ક્લોક તેઓની તપાસ ચાલુ છે. 

ભરતસિંહ સોલંકી ગત મહિને યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતા. ઈલેક્શન પૂરુ થયા બાદ તેઓની તબિયત ખરાબ થઈ હતી. જેથી તેઓના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. 21 જૂનના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં તેમની તબિયત વધુ કથળતા તેઓનો અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ સિમ્સમાં તેઓ સતત મોનિટરિંગ હેઠળ છે.

(5:19 pm IST)
  • કોરોનાએ જયાં જયાં ઉપાડો લીધો છે તેવા જિલ્લાઓમાં લોકડાઉન લંબાવવા અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમની દોઢ ડઝન જિલ્લા કલેકટરો સાથે મંત્રણા : નિર્ણય લેવા છુટો દોર આપ્યાની બહાર આવતી વિગતો : સત્તાવાર જાહેરાત થઈ નથી : સોમવાર પછી જાહેરાત થવા સંભવ access_time 5:53 pm IST

  • ખંભાળિયા હાઈવે પર બે અકસ્માત : જુની આરટીઓ કચેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો : ખંભાળીયા લાલપુર હાઈવે પર બીજો અકસ્માત : બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો: બંને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:11 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : અત્યાર સુધીના એક જ દિવસના સૌથી વધુ 26,792 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 8,21,634 કેસ થયા : 2, 82,906 એક્ટિવ કેસ :કુલ 5,16,206 દર્દીઓ રિકવર થયા :વધુ 520 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 22,144 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 7862 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,38,461 થઇ: તામિલનાડુમાં નવા 3680 કેસ સાથે કુલ કેસનો આંક 1,30,261 થયો :દિલ્હીમાં વધુ 2,089 કેસ સાથે કુલ કેસનો આંક 1,09,140 થયો : કર્ણાટકમાં નવા 2313 કેસ : તેલંગાણામાં નવા 1278 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1338 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 1608 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 1198 કેસ નોંધાયા access_time 12:41 am IST