Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસ બંધ કરાઈ

સુરતથી આવતા લોકોનું એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ : હવે ખાનગી વાહનોનું સ્કેનિંગ કરાશે : સુરતમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું

અમદાવાદ, તા. ૧૧ : કોરોનાના સંક્રમણને પગલે સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રવાસીઓના સ્વાસ્થયની સલામતીના કારણોસર બસો બંધ કરવામાં આવી છે. જોકે, સુરતથી ખાનગી વાહનોમાં અમદાવાદ આવતા લોકોનું એન્ટ્રી પોઈન્ટ પર સ્કેનિંગ કરવામાં આવશે. સુરતથી અમદાવાદ આવી રહેલા ૫૭૪ લોકોમાંથી ૨૩ લોકો કોરોના સંક્રમિત જણાયા છે. જેમાંથી ૧૯ લોકોને પરત સુરત મોકલી દેવામાં આવ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું છે. સુરતથી અમદાવાદ આવવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર છસ્ઝ્રની આરોગ્ય ટીમ દ્વારા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર ટેન્ટ બાંધીને ખાનગી વાહનોમાં આવતા તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

સુરતથી અમદાવાદ ખાનગી વાહનોમાં આવતા લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કરી દીધું છે. ખાનગી અને પીકઅપ વાહનોના મુસાફરોનું એક્સપ્રેસ વેના ટોલનાકા પર ચેકિંગ ચાલુ છે.

સુરતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી ૨૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં કોરોનાના ૨૦૨ નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં હવે દરરોજ ૧૫૦ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૩ કેસ નોંધાયા છે.

(7:39 pm IST)
  • અમદાવાદના જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ડો. વિઠ્ઠલાણીનું કોરોનામાં મૃત્યુ : શહેરના જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ સ્પેશ્યાલીસ્ટ અને ઇસનપુર-મણીનગરના રહેવાશી તથા કોરોના વોરીયર તરીકે જાણીતા ડો. ઉપેન્દ્ર વિઠ્ઠલાણીનું કોરોના પોઝીટીવ મહામારીમાં મૃત્યુ નિપજેલ છે. access_time 3:33 pm IST

  • ખંભાળિયા હાઈવે પર બે અકસ્માત : જુની આરટીઓ કચેરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો : ખંભાળીયા લાલપુર હાઈવે પર બીજો અકસ્માત : બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો: બંને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. access_time 9:11 pm IST

  • લોકડાઉનની અફવા પર સરકારનો ખુલાસો : લોકડાઉન અંગે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા : મુખ્ય સચિવે કોઈ વિડીયો કોન્ફરન્સ કરી નથી : રાજયમાં ફરીથી લોકડાઉન નહિં આવેસુરત આરોગ્ય મંત્રીના પુત્રએ મહિલા પોલીસ સાથે જીભાજોડી કરી access_time 5:56 pm IST