Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વલસાડમાં રિક્ષાચાલકે પોતાની અને પેસેન્જર્સની સુરક્ષા માટે સીટ પાછળ પ્લાસ્ટિકનો કાગળ બાંધ્યો

પારદર્શક કાગળની આરપાર બન્ને એકબીજાને જોઈ શકે : યાત્રિયોને સેનિટાઈઝરથી હાથ સાફ કરાવીને રિક્ષામાં બેસાડે છે.

વલસાડમાં સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રિક્ષા ચલાવતાં ચાલકે પોતાની અને પેસેન્જર્સની સુરક્ષા માટે નવો કમિયો શોધી કાઢ્યો છે. રિક્ષા ચાલકે ડ્રાઈવિંગ સીટની પાછળ પ્લાસ્ટિકનો કાગળ બાંધી દીધો છે. પારદર્શક કાગળની આરપાર બન્ને એકબીજાને જોઈ શકે છે. પરંતુ હવાની અવરજવર ન થતી હોવાથી કોરોનાથી બચી શકાય તેમ હોવાના ઈરાદે કાગળ બાંધ્યો હોવાનું રિક્ષાચાલકે જણાવ્યું છે.

સોથી દોઢસો રૂપિયાનો ખર્ચ થયો. વલસાડના રીક્ષા ચાલકે પોતાની અને યાત્રીઓની સુરક્ષા માટે રિક્ષામાં ડ્રાયવિંગ સીટ પાછળ પ્લાસ્ટિક લગાવ્યું છે. સાથે જ યાત્રિયોને સેનિટાઈઝરથી હાથ સાફ કરાવીને રિક્ષામાં બેસાડે છે. યાત્રિકો રૂપિયા આપે તેને પણ રિક્ષાચાલક અલગ રાખતો હોવાનું તેણે ક્હ્યું હતું. માત્ર 100થી 150 રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પેસેન્જર્સ પણ કહી રહ્યા છે કે, રિક્ષા ચાલક જે રીતે તકેદારી રાખી રહ્યો છે તે રીતે તમામ લોકો કાળજી રાખે તો કોરોનાને હરાવવો આસાન છે.

(1:36 pm IST)