Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

GCERT દ્વારા ધો .૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક અભ્યાસ સામગ્રી અપાયા બાદ હવે બીજા તબકકાની સામગ્રી મોકલવાની તૈયારી : વિજયભાઇ રૂપાણી

કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર ન પડે એ માટે રૂપાણી સરકાર સતત પ્રયત્નશીલઃ ધોરણ ૧થી ૮નાં વિદ્યાર્થીઓને બીજા તબક્કાના પાઠયપુસ્તકો પણ ઘેરબેઠાં મળશે : રાજયની સરકારી તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓને વિદ્યાર્થી દિઠ સંકલિત અભ્યાસક્રમનું એક - એક પુસ્તક મોકલાશેઃકુલ ૫૦ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

રાજકોટ,તા. ૧૧: ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનાપૂર્ણ અભિગમનો પરિચય એમની સરકારનાં વિવિધ નિર્ણયો થકી પણ મળતો રહે છે. આવો જ એક નિર્ણય હમણાં લેવાયો છે.

એ મુજબ ગુજરાત સરકાર દ્વારા શાળાઓ બંધના સમયમાં ઓનલાઇન શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે શિક્ષકો મારફત ઘરે - ઘરે પુસ્તક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે . જી.સી.ઇ.આર.ટી. દ્વારા ધો .૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગયા મહિને પ્રારંભિક અભ્યાસ સામગ્રી અપાયા બાદ હવે બીજા તબકકાની સામગ્રી મોકલવાની તૈયારી ચાલી રહી છે.

રાજયની સરકારી તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓને વિદ્યાર્થી દિઠ સંકલિત અભ્યાસક્રમનું એક - એક પુસ્તક મોકલાશે. કુલ ૫૦ લાખ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

બીજા તબકકે વિદ્યાર્થીઓ તા .૧૫ જુલાઇથી ૧૫ ઓગસ્ટ સુધી દ્યરે બેઠા અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા વિષયોમાં ગયા મહિના કરતા આગળનો અભ્યાસક્રમ મોકલવામાં આવશે રાજય કક્ષાએથી એક સરખી અભ્યાસ સામગ્રીનું ધોરણવાર પુસ્તક તૈયાર કરી સોફટ કોપી જે તે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલ છે.

જે તે પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પુસ્તક સ્વરૂપે છપાવીને તા .૧૫ સુધીમાં શિક્ષકો મારફત વિદ્યાર્થીઓને ઘરે - ઘરે પહોંચાડવામાં આવશે. આમ કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર ન પડે, એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

(3:21 pm IST)