Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતથી આવતી જતી ST બસો બંધ : વાયા અમદાવાદ થઇને સુરત જતી બસોને પણ પ્રવેશ નહિ અપાય

સુરત - વલસાડથી આવતા લોકોના એકસપ્રેસ-વે ઉપર જ રેપિડ ટેસ્ટ કરવાનું શરૂ : ૫૭૪ના ટેસ્ટ કરાયા તો ૨૩ લોકો પોઝિટિવ નીકળ્યા : ૧૯ને સુરત પાછા મોકલી દેવાયા

રાજકોટ તા. ૧૧ : છેલ્લા થોડા દિવસથી સુરત શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તોઙ્ગ પણ તેને અમદાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે.ઙ્ગ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદનાં હેલ્થ ખાતાની ટીમ એકસપ્રેસ-વે પર કામે લાગી છે અને સુરતથી આવતા લોકોને તપાસ્યા હતા. જેમાં શુક્રવારે ૫૭૪દ્ગચ તપાસીને રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરતાં ૨૩ લોકો પોઝિટિવ હોવાનું જણાયું હતું. જયારે આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૯ લોકો સંક્રમિત સામે આવ્યાં છે.

સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી જે પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદાવાદનાં હોય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફનાં હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.

નોંધનીય છે કે, ગઇકાલે સુરતનાં ૧૯ લોકો કોરોના પોઝિટિવ આવતા તેમને એક કારમાં ચાર-ચારને બેસાડીને પાછા મોકલી દેવાયા હતા. તેમજ સુરતના હેલ્થ વિભાગને જેમને કોરોના હોવાનું જણાયું હતું, તેમના નામ, કાર નંબર, સરનામા વગેરે આપી દેવામાં આવ્યા છે. જેથી તેઓ ત્યાં પહોંચે તે પછી તુરત જ તેમની ત્યાં સારવાર શરૂ થઇ શકે.

(3:20 pm IST)