Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

રાજ્યમાં કોરોના બેકાબુ : અમદાવાદ, સુરત બાદ રાજકોટ, ગાંધીનગર અને ભાવનગરમાં કહેર શરૂ

ભાવનગર ૭૧, રાજકોટ ૩૯, ગાંધીનગર ૩૧, નવસારી ૨૭, જામનગર અને સુરેન્દ્રનગર 23-23 કેસ

ગુજરાતમા કોરોના સંક્રમણમા ઘટાડાની જગ્યાએ હવે વધારાનો દોર શરુ થયો છે. જેમા એક તરફ અમદાવાદ શહેરમા કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે બીજી તરફ સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સુરતમા છેલ્લા ૧૦ દિવસમા દરરોજ ૨૦૦ થી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેમજ ભાવનગર , રાજકોટ અને ગાંધીનગર જેવા શહેરોમા કોરોના કેસ સતત વધી રહ્યા છે.

ગુજરાતમા છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે ૮૭૫ કેસ નોંધતા રાજય સરકારની ચિંતામા વધારો થયો છે. તેમજ આ કેસો વધતાની સાથે જ રાજયમા કોરોનાના કેસની કુલ સંખ્યા ૪૦૧૫૫ થવા પામી છે. જયારે ૨૪ કલાકમા ૧૪ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૦૨૪ થયો છે

ગુજરાતમા છેલ્લા ૨૪ કલાકમા નોંધાયેલા નવા કેસોમાં  સુરત ૨૬૯,અમદાવાદ ૧૬૫,ભાવનગર ૭૧,વડોદરા ૬૯,રાજકોટ ૩૯,ગાંધીનગર ૩૧,નવસારી ૨૭,જામનગર ૨૩, સુરેન્દ્રનગર ૨૩,મહેસાણા ૨૧,જૂનાગઢ ૧૮,ખેડા ૧૭,બનાસકાંઠા ૧૪, ભરૂચ ૧૪,ગીર સોમનાથ ૧૧,દાહોદ ૮, સાબરકાંઠા ૮,આણંદ-પંચમહાલ ૭,મોરબી-વલસાડ ૫ ,છોટાઉદેપુર ૪, કચ્છ ૪, પાટણ ૪,અમરેલી ૩, તાપી ૩, અરવલ્લી ૨, બોટાદ ૨ અને પોરબંદરમાં ૧ કેસ નોંધાયો છે.

(11:44 am IST)