Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

લોકલ વાદળો વરસી જાય, બાકી સાર્વત્રીક વરસાદની સંભાવના નથીઃ હવામાન ખાતુ

રાજકોટઃ હવામાન ખાતાએ જણાવ્યું છે કે હાલમાં મોનસૂન ટ્રફ તો હિમાલયની તળેટીએ પહોંચી ગયું છે. જેથી સાર્વત્રીક વરસાદની હાલ કોઈ સંભાવના દેખાતી નથી. દિવસ દરમ્યાન તડકો પડે છે. સાથોસાથ હવામાં ભેજનું પ્રમાણ પણ રહેતું હોય જેથી સીબી ફોર્મેશનનો વરસાદ કોઈ- કોઈ જગયાએ ૧ થી ૨ ઈંચ સુધીનો વરસી જાય. હાલ બે- ત્રણ દિવસ લોકલ વાદળો વરસાદ વરસાવી જાય તેવી સંભાવના છે. ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર- ગુજરાત ઉપર કોઈ વાદળો જોવા મળતા નથી.

(11:42 am IST)