Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતથી અમદાવાદ આવતા ૯ લોકોને કોરોના પોઝિટિવ

કોરોનાના વ્યાપક કેસોનો ફેલાવો

અમદાવાદ,તા.૧૦ : રાજ્યમાં કોરોનાના વ્યાપક કેસોનો ફેલાવો થઈ રહ્યો છે. તેમાં સુરતમાં વધી રહેલ કોરોનાના કેસોને લીધે લોકો પોતાના વતન ફરી રહ્યા છે. જેને લીધે સુરતથી અમદાવાદ પરત ફરી રહેલ લોકોનું રેપિડ ટેસ્ટીંગ ટોલનાકા પર કરવામાં આવે છે. આરોગ્ય ટીમ સાથે પોલીસની ટીમ પણ ટોલનાકા પર અમદાવાદમાં પ્રવેશ કરતાં લોકોની પુછપરછ કરવામાં આવે છે અને જો કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સવારથી બપોરે ૧૨ સુધીમાં ૯૨ લોકોના ટેસ્ટ કરવામાં આવતા ૯ લોકોને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં કે હોમ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદમાં નિયંત્રણમાં આવેલ સ્થિતિ હવે વકરે નહીં તે ઉદેશથી આરોગ્યના ટીમ દ્વારા શહેરમાં પ્રવેશતા વાહનોમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓનું ટેસ્ટીંગનું કામ આજે હાથ ધરાયુ હતું. વાહનોમાં બેઠેલા લોકોના સામાનમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોના વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે અને રાજ્યમાં અવ્વલ નંબરે અમદાવાદ છે પરંતુ છેલ્લા સપ્તાહથી અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જે હવે વધે નહીં તે માટે સાવચેતીના ભાગે બાહરથી  અમદાવાદમાં પ્રવેશતા લોકોનું રેપીડ ટેસ્ટ કીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

(9:52 pm IST)