Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નડિયાદના અમદાવાદી દરવાજા બહાર વરસાદના પાણીના ખાબોચિયા ભરાતા લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય જોવા મળ્યો

નડિયાદ: શહેરના અમદાવાદી દરવાજા બહાર આવેલ શાંતિફળિયામાં વરસાદી પાણી ભરાતા લોકો માટે  આફત રૂ પબન્યો છે.બે મહિના પહેલા ગટરનુ કામ કરવા માટે આર.સી.સી રોડ તોડયો હતો.જે રીપેર ન થતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો.રહીશોમાં રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી છે.

શાંતિફળિયામાં બે મહિના પહેલા ગટર ચોકઅપ થઇ ગઇ હતી.જેના કારણે તંત્ર દ્વારા ફળિયાનો આર.સી.સી રોડ તોડી ગટરની મરંમત કરી હતી.ત્યાર બાદ તોડેલ આર.સી.સી રોડ પર માટી નાખી દીધી હતી.સમય જતા રોડ પરની માટી જતી રહી અને મસમોટા ખાડાઓ પડી ગયા હતા.જે ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા રહીશોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફલાઇ છે.

(5:34 pm IST)