Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મહેમદાવાદના જંજીરમાં ઘેટાં-બકરા ચરાવવા બાબતે ત્રણ ભાઈઓએ દંપતી સાથે ઝઘડો કરી માર મારતા પોલીસ ફરિયાદ

મહેમદાવાદ: તાલુકાના જીંજર ગામના ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવા મુદ્દે મલેક પરિવારના ત્રણ ભાઈઓએ ભેગા મળી ઘેટા-બકરાં ચરાવતાં પરમાર દંપતીને માર માર્યાં હોવા અંગેની ફરીયાદ મહેમદાવાદ પોલીસમાં નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના જીંજર ગામમાં રહેતાં પંકજભાઈ પ્રભાતભાઈ પરમાર અને તેમના પિતરાઈ ભાઈ કૌશિક મનુભાઈ પરમાર પોતાના ૬૦-૭૦ જેટલાં ઘેટ-બકરાંને ચરાવી લીધાં બાદ રોડ પર થઈ ઘરે પરત ફરી રહ્યાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં જાવેદમીયાં અલાઉદ્દીનમીયાં મલેક, તોફીકમીયાં અલાઉદ્દીનમીયાં મલેક અને હારૂનમીયાં અલાઉદ્દીનમીયાં મલેક એકાએક પંકજભાઈ પાસે આવી ચડ્યાં હતાં. અને અમારા ખેતરમાં તમારા બકરાં કેમ ચરાવો છો. તેનાથી ખેતરમાં નુકસાન થાય છે. તેમ કહી ગમે તમે ગાળો બોલી પંકજભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. આ વાતની જાણ પંકજભાઈની માતા સવિતાબેન, પત્ની વર્ષાબેન અને કાકી કોકીલાબેનને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવી છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. જેથી જાવેદમીયાં મલેકે છોડાવવા વચ્ચે પડેલ પંકજભાઈની પત્ની વર્ષાબેનને ધક્કો મારી પાડી દેતાં તેઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ ત્રણેય ઈસમો પંકજભાઈના ઘર આગળ આવી તોડફોડ કરવા લાગ્યાં હતાં. અને અમારા ખેતરમાં બકરાં લઈને આવશો તો ત્યાંના ત્યાં જ કાપી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી. 

(5:31 pm IST)