Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કલોલના ધાનોટમાં લૂંટના ઇરાદે યુવાનની હત્યા: ભેદી સંજોગોમાં લાશ મળી આવતા અરેરાટી

કલોલ:ધાનોટમાં આવેલી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં યુવકની ઘાતકી હત્યા કરાયેલી લાશ આજે છત્રાલ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. મૃતક યુવકના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને પર્સ પણ ગુમ હોવાથી લૂંટના ઇરાદે આ હત્યા થઇ હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે. આ ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓનું પગેરું મેળવવા દોડધામ શરૂ કરી છે.

કલોલના ઢાનોટમાં આવેલી વિરાટ એલોયેઝ કંપનીમાં ક્રિષ્ના રામ ચિમ્માં રામ બિશનોઇ સુપરવાઇઝર તરીકે છેલ્લા આઠેક વર્ષથી કામ કરે છે. તેમની પત્ની અને પરિવાર વતનમાં રહે છે. ક્રિષ્ના રામ કંપનીની કોલોનીમાં એકલા જ રહે છે. ત્યારે આ કંપનીની સામે જ મંગલમ સ્ટીલ કંપનીની કોલોનીમાં તેમનો ભાણિયો જગદીશ ભગીરથ બિશનોઇ પણ રહે છે અને સુપર વાઇઝર તરીકે કામ કરે છે. ગઇકાલે રાત્રે મામા  ક્રિષ્ના રામે ભાણિયા જગદીશને ફોન કરી કહ્યું હતું કે, હું કરિયાણું લેવા માટે જાઉં છું. 

(5:29 pm IST)