Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરાના જેતલપુર વિસ્તારમાં ગરનાળા નજીક કારમાં આગ ભભુકતા અફડાતફડી: ચાલકનો આબાદ બચાવ

વડોદરા:શહેરના જેતલપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કારમાં આગ લાગતા ચાલકનો બચાવ થયો હતો.અલકાપુરી નજીકના જેતલપુર ગરનાળા પાસે રાત્રે પસાર થઈ રહેલી કારના એન્જિનમાં આગ લાગતા કારચાલકે સમયસુચકતા વાપરી કાર એક બાજુએ ઉભી રાખી હતી અને તેઓ નીચે ઉતરી ગયા હતા.બનાવને પગલે વાહનચાલકો અને સ્થાનિકોમાં ઉત્તેજના જોવા મળી હતી. ફાયર બ્રિગેડને બનાવની જાણ કરાતા વડીવાડી ફાયર સ્ટેશનના લશ્કરો એ આગ બુઝાવી હતી.

(5:28 pm IST)