Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરામાં આંતરમાળખાકીય કામ અંતર્ગત મનપાને 21 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોફેશનલ ટેક્સની વર્ષ 2018-19ની 50 ટકા ગ્રાન્ટ પરત્વે રૂપિયા 21 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પત્ર મુજબ અગ્રતા ક્રમ ધરાવતા કામોનો સમાવેશ કરી મંજૂરી મેળવ્યા બાદ અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત રજુ કરવા કહ્યું છે. 

શહેરમાં હાલમાં વિવિધ આંતરમાળખાકીય વિકાસના કામો અગ્રતા મુજબ કરવાની જરૂરિયાત છે આવા કામોમાં બિલ્ડીંગ, રોડ ડ્રેનેજ, વરસાદી ગટર, ફાયર બિગેડ, સ્ટ્રીટ લાઈટ વગેરે 10 જેટલા કામોનો સમાવેશ થાય છે. આ કામો રૂપિયા 23 કરોડ 57 લાખના ખર્ચે કરવાના છે. 

(5:26 pm IST)