Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દહેજ અને ઘોઘા વચ્ચે પેકેજ ફેરી સર્વિસ ચાલુ

કોસ્ટલ કાર્ગોને વેગ મળે તે માટે વેપારી એસો. સાથે બેઠકો યોજાશે

અમદાવાદ તા ૧૧  :  રાજયમાં કોસ્ટલ કાર્ગોને ઉતેજન આપવાની યોજના માટે મુખ્ય મંત્રીએ જણાવ્યુ  હતું કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બોરીય વપરાશ કરો દ્વારા કોસ્ટલ કાર્ગોના વાહનમાં વધારો થાય તે માટે સીડયુલ ઓફ પોર્ટ આજે ચાર્જીસના કાર્ગો રીલેટેડ ચાર્જમાં જેમકે બારેજ દરોમાં ૨૦% ની છુટ આપેલ હતી જે વર્ષ ૨૦૧૯ માં વધારીને ૪૦% કરવામાં આવેલ છે, જયારે વેસલ રીલેટેડ ચાર્જમાં ફોરેન બેસલની સરખામણીમાં ૫૦% ઉપર છુટ આપવામાં આવેલ.

 

ભારત સરકાર દ્વારા ખાદ્ય અનાજ, ખાતર, ફીશરીઝ અને  પશુપાલન જેવા કાર્ગોને ફોરેન વેસલ મારફતે કોસ્ટલ વાહન કરવા માટે મંજુરીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે બોર્ડ હસ્તકના તમામ બંદરોને બોર્ડ દ્વારા મુકેલ છે, તેમજ કોસ્ટલ કાર્ગોને વેગ મળે તે માટે વેપારી એસોસીએશન સાથે એક સંયુકત બેઠકનું આયોજન કરેલ હતું.

વાહન મુસાફરોના કોસ્ટલ પરિવહન માટે રાજય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે પેકસ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી છે.

(3:31 pm IST)