Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

દાંતીવાડાના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવતા ચકચાર

પરિવારને લગ્ન મંજુર ના હોવાથી બંનેએ ઝેરી દવા ગટગટાવી

પાલનપુર : દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં વહેલી સવારે પ્રેમી પંખીડાએ ઝેરી પ્રવાહી પી લેતા ચકચાર મચી જવા પામી છે પ્રેમીપંખીડાની હાલત લથડતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા

 આ અંગે મળતી વિગત મુજબ દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ૨૭ વર્ષીય મકવાણા વિનોદભાઈ કાંતિભાઈ નામના યુવકને ભાડલી(ઝાત) ગામની ૧૯ વર્ષીય યુવતી પિંકી ડોડીયા સાથે આંખો મળી જતા તેઓ વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ હતો.જોકે પ્રેમી પંખીડાના લગ્ન તેમના પરિવારજનોને મંજુર ન હતા. જેથી પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરવા માટે વહેલી પરોઢે ધાનેરી ગામની પ્રાથમિક શાળામાં જઇ ઝેરી પ્રવાહી ગટગટાવી દીધું હતું. જે બાદ બંનેની હાલત લથડતા શાળામાં લથડીયા ખાતા હોઈ વિધાર્થીઓ દ્રારા ગામલોકો ને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાંજ લોકો દોડી આવ્યા હતા અને પ્રેમીપંખીડાને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થ પાલનપુરની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા

(1:19 pm IST)