Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુજરાતમાં દારૂબંધી : છેલ્લા બે વર્ષમાં 1.32 લાખથી વધુ દેશી અને 30 હજાર વિદેશી દારૂના કેસ નોંધાયા

સુરતમાં સૌથી વધુ 19689 કેસ અને અમદાવાદમાં 12428 કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીની ચિથરેહાલ દશા દર્શાવતા આંકડા બહાર આવ્યા છે આ આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતા બેફામ રીતે દારૂનું વેચાણ કરવામાં આવે છે. કેટલાક આંકડા પર નજર કરીએ તો છેલ્લા બે વર્ષમાં 1 લાખ 32 હજારથી વધુ દેશી દારૂ પકડાવાના અને 29 હજાર 989 કેસ વિદેશી દારૂના નોંધવામાં આવ્યા છે. એટલે કે, રોજના સરેરાશ 222 દારૂ પકડાવાના કેસ નોંધવામાં આવ્યા છે. જેમા દારૂ પકડાવાના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે. સુરતમાં છેલ્લા 2 વર્ષમાં કુલ 19 હજાર 689 કેસ જ્યારે કે, અમદાવાદમાં 2 વર્ષમાં કુલ 12 હજાર 428 કેસ નોંધવામાં આવ્યા છે.

(1:12 pm IST)