Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વલસાડ જિલ્લામાં મેઘમહેરની સતત મોજ પારડીમાં ૨ કલાકમાં ૫ાા ઈંચ વરસાદ ખાબકયો

વાપીમાં અનરાધાર...વધુ ૩ાા ઈંચથી રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા

વાપી, તા. ૧૧ :. રાજ્યભરમાં મેઘરાજા વિરામ પર જણાય છે ત્યારે વલસાડ જીલ્લામાં મેઘમહેર યથાવત જણાઈ રહી છે. પારડી અને વાપીમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડાને જોઈએ.. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ જિલ્લાના માત્ર ૧૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નોંધનીય વરસાદને જોઈએ તો વલસાડ જીલ્લાના તાલુકાઓમાં પારડી ૧૪૧ મી.મી. અને વાપી ૮૦ મી.મી. તથા ઉંમરગામ ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે. બાકી દ. ગુજરાતના કેટલાક તાલુકાઓમાં ઝરમર ઝાપટા નોંધાયેલા છે.

આ ઉપરાંત કચ્છ, ઉ. ગુજરાત તેમજ પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તાર મોટાભાગે કોરોધાકડ રહેવા પામ્યો છે.

આ લખાય રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૧ કલાકે દ. ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ ઘેરાયેલુ છે તો કયાંક ઝાપટા નોંધાઈ રહ્યા છે.

(1:10 pm IST)