Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

આગળ ચાલતુ વાહન અચાનક બ્રેક મારે અને અકસ્માત થાય તો વાંક કોનો કહેવાય?

અમદાવાદઃ રોડ એકિસડન્ટના કિસ્સામાં અનેક વાર એવું જોવા મળતું હોય છે કે આગળ સ્પીડથી જતુ વાહન એકાએક બ્રેક મારે તો પાછળ બીજુ વાહન ઘૂસી જાય છે. આવામાં ઘણા જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે ડ્રાઈવર એકાએક બ્રેક મારે અને પાછળનું વાહન તેની સાથે અથડાય તો બંને વાહનને એકસરખી રીતે જવાબદાર ગણવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટ પાસે મહેસાણા-ચાણસ્મા હાઈકોર્ટ પર જૂન ૨૦૦૨માં ઘટેલા એકિસડન્ટનો કેસ આવ્યો હતો. કોર્ટે કહ્યું કે જે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તેને ૧૦૦ ટકા જવાબદાર ગણી શકાય નહિ.

હવે એક મેસેજ મોકલી ષ્ત્ર્ર્ીદ્દસ્નખ્ષ્ટષ્ટ પર મેળવો અમારા ન્યુઝ, ર્લ્દ્દીશ્વદ્દ કરવા અહીં કિલક કરો

૨૦૦૨માં થયેલા એકિસડન્ટમાં એક ટ્રેલર અચાનક ઊભુ રહી ગયુ હતુ અને તેની પાછળ ધસમસતી આવતી ટ્રક તેમાં દ્યીસી ગઈ હતી. ટ્રક ડ્રાઈવરે કહ્યું કે એકિસડન્ટમાં તેને, ટ્રકના કલીનર અને યાત્રીઓને ઈજા થઈ હતી. ટ્રકના ડ્રાઈવર અને કલીનર વિનોદ ચૌહાણ અને રમેશજી ઠાકોરે ટ્રેલરના માલિક અને ઈનશ્યોરર પાસે વળતરની માંગ કરી હતી. ૨૦૦૫ફુમાં મહેસાણાની મોટર એકિસડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલે (MACT) ટ્રેલરના ડ્રાઈવરને ૧૦૦ ટકા દોષી ઠેરવીને ઈન્શ્યોરરને ટ્રક ડ્રાઈવરને ૫ લાખ અને કલીનરને ૩ લાખ રૂપિયા આપવાનો હુકમ કર્યો હતો.

જો કે ટ્રેલરના માલિક તથા ઈન્શ્યોરરે MACTના નિર્ણયને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. પોતાનો પક્ષ રજૂ કરતા તેણે જણાવ્યું હતું કે ટ્રકના ડ્રાઈવરે એકિસડન્ટ ટાળવા માટે ટ્રેલરથી સુરક્ષિત અંતર રાખ્યું નહતું. રોડ રેગ્યુલેશનના નિયમ ૨૩દ્ગચ ટાંકતા તેમણે જણાવ્યું કે ડ્રાઈવરે આગળના વાહનથી પૂરતુ અંતર રાખવું જોઈએ.

જજ બીએન કાર્યાએ પુરાવા તપાસતા માલૂમ પડ્યું હતું કે ટ્રક ડ્રાઈવરે ખોટુ સ્ટેટમેન્ટ આપ્યું હતું. ટ્રકમાં કોઈ પેસેન્જર હતા જ નહિ. MACTએ ટ્રેલરનો ડ્રાઈવર વિટનેસ બોકસમાં હાજર ન રહ્યો હોવાથી તેની વિરુદ્ઘ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે આમાં ટ્રેલર ડ્રાઈવરનો પૂરેપૂરો વાંક ગણી શકાય નહિ. કોર્ટે એમ પણ જણાવ્યું કે ટ્રક ટ્રેલરની પાછળ આવતી હતી. આથી ટ્રેલર ડ્રાઈવર જેટલો જ વાંક ટ્રક ડ્રાઈવર ચૌહાણનો પણ ગણાય.

(12:41 pm IST)