Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમદાવાદ જિલ્લામાં 175 યુગલોને આંતર જ્ઞાતિય લગ્ન યોજનાનો લાભ:એક-એક લાખ અપાઈ સહાય

યોજનામાં આવકની મર્યાદા નડતી નથી ;રોકડ ,ઘરવખરી અને બચતપત્રની સહાયનો લાભ

અમદાવાદ: ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં યુગલ દીઠ એક લાખ સુધીની સહાય ચૂકવાય છે.અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૯૭ લાખ ૫૦ હજારની સહાય ચૂકવાઇ છે તેમ સરકારે જણાવ્યું.હતું
   અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે સમાજમાં સમરસતા વધે તથા આંતરજ્ઞાતિય લગ્ન કરનારને સામાજિક અને આર્થિક સુરક્ષા પ્રદાન થાય તે હેતુથી સરકારની ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમદાવાદ જિલ્લામાં સીમાચિહ્ન રૂપ પુરવાર થઇ છે તેમ સરકારે દાવો કર્યો છે.
 તારીખ ૩૧-૧૨-૨૦૧૮ ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ૧૭૫ યુગલને કુલ ૯૭ લાખ ૫૦ હજારની સહાય આપવામાં આવી છે
  આ યોજના અંતર્ગત વ્યક્તિની આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી. લગ્ન કરનાર યુગલ પૈકી એક વ્યક્તિ અનુસૂચિત જાતિ અને એક વ્યક્તિ હિન્દુ સવર્ણ હોવી જોઈએ. યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ રૂ. ૨૫ હજાર રોકડા ઘરવખરી માટે તથા રૂ. ૨૫ હજારના બચતપત્ર એમ કુલ ૫૦ હજારની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
   અમદાવાદ જિલ્લામાં યુગલ દીઠ રૂપિયા એક લાખની સહાય ચૂકવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં કુલ ૧૮૮ અરજીઓ આવેલી જેમાંથી ૧૭૫ યુગલને સહાય આપવામાં આવી છે

(8:38 pm IST)