Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરત ડીંડોલીમાં ૪૦ વર્ષથી ચાલતી ધ્યાન મંદિર હાઇસ્કૂલની માન્યતા કરાઇ કેન્સલ .!

અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી દેવાયા

સુરતના ડિંડોલીમાં ૪૦ વર્ષથી ચાલતી ધ્યાન મંદિર હાઇસ્કૂલની માન્યતા રદ કરવાનો શિક્ષણ વિભાગે આદેશ આપતા ડીઇઓએ શાળા બંધ કરી દીધી છે. હવેથી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવા આદેશ કર્યો છે.

  ડિંડોલીમાં માતોશ્રી સેવા ટ્રસ્ટ સંચાલિત ધ્યાન મંદિર વિદ્યાલયને જૂન ૧૯૭૯માં માન્યતા અપાઇ હતી. જેમાં ૯ થી ૧૨ મરાઠી માધ્યમના વર્ગો ચાલતા હતા. શાળાની માન્યતા મેળવવા રજૂ કરાયેલા દસ્તાવેજમાં ખામી હોવા સાથે અન્ય શરતોનો ભંગ થવાની ફરિયાદ ૨૦૧૮માં કરાઇ હતી. જેના આધારે ડીઇઓએ સ્થળ તપાસ કરતાં શાળાના દસ્તાવેજ સાથે ક્ષતિ ધ્યાને આવી હતી. ડીઇઓએ શાળા બંધ કરવા ભલામણ કરતાં શિક્ષણ વિભાગે શાળાની માન્યતા રદ્દ કરી હતી. સંચાલકની અપીલ પર કારોબારી સમિતિએ તેને સાંભળ્યા બાદ શાળાની માન્યતા રદ્દ કરી, સંસ્થા સામે એફ.આર.આઈ. કરવા આદેશ આપ્યો છે.

 આ શાળાની માન્યતા રદ્દ થતા શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ના અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી દેવાયા છે. હવે ગેરમાર્ગે દોરાયને કોઇ વાલીએ આ શાળામાં પ્રવેશ માટે નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે.શાળાની માન્યતા રદ થતા સ્કુલમાંથી બાળકોને એલ.સી. આપવામાં આવી છે.

(8:32 pm IST)