Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

એમબીએ ડિગ્રી ઇન ફાર્મા મેનેજમેન્ટનો પ્રોગ્રામ શરૂ

સાન ડિઓગાની યુનિવર્સિટી રેડી સ્કૂલ સાથે જોડાણઃ મેનેજમેન્ટ પ્રોગ્રામને લઇ ફાર્માસ્યુટિકલ, બાયોલોજિકલ અને લાઈફ સાયન્સ ઉદ્યોગના ક્ષેત્રમાં વિપુલ તકો રહેશે

અમદાવાદ,તા.૧૧: અમદાવાદ યુનિવર્સિટીએ,સાન ડિઆગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની રેડી સ્કુલ ઓફ મેનેજમેન્ટની સાથે જોડાણ કરીને ફાર્મા અને એલિડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ખાસ ગ્લોબલ એક્ઝિક્યુટિવ એમબીએ ડિગ્રી ઇન ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો છે. આ બે વર્ષનો મેનેજમેન્ટ પ્રોગ્રામ ખાસ ફાર્માસ્યુટિકલ, બાયોલોજિકલ અને લાઈફ સાયન્સ ઉદ્યોગને સંબંધીત ઉદ્યોગ માટે છે. આ ખાસ ગ્લોબલ એકઝીયુટિવ એમબીએ કોર્સને લઇ બાયો-ફાર્મા ક્ષેત્રના રિસર્ચ અને ડેવલોપમેન્ટ, ઉત્પાદન, ઓપરેશન, વેચાણ અને માર્કેટિંગ ક્ષેત્રે વિપુલ તકો ઉપલબ્ધ પ્રાપ્ય બનશે. હાલની પ્રવર્તમાન નિયમન ધરાવતી અને ઉભા થતા વૈશ્વિક ટ્રેન્ડમાં કંઈક નવીનતા તથા ડ્રગની પ્રવેશ કરાવી શકે છે. ઉદ્યોગોની આ જરૂરિયાતને ધ્યાને રાખીને અમદાવાદ યુનિવર્સિટીએ ગ્લોબલ એમબીએ ઇન ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટની આ શરૂઆત સાથે એક્ઝિક્યુટીવ શિક્ષણમાં પ્રવેશ કર્યો છે. આ પ્રોગ્રામ ભારત અને વિશ્વની પ્રસિદ્ધ ફેકલ્ટી દ્વારા સંચાલિત કરવામાં આવશે, જેઓની પાસે નેતાગીરી અને મેનેજમેન્ટ, ડિઝીટલ અને મેડિકલ ટેકનોલોજી, બાયોલોજીકલ અને લાઇફ સાયન્સીસ તથા ફાર્મા ક્વોલિટી અને ઓડિટ સિસ્ટમમાં ઊંડાણપૂર્વકની નિષ્ણાંતતા છે. પ્રોગ્રામના અભ્યાસક્રમ (કરીકુલમ)માં માસ્ટર ક્લાસિસ, કેસ સ્ટીસ, સ્ટીમ્યુલેશન્સ, કોલબ્રેટિવ, વર્કશોપ, વન-ઓન-વન કોચિંગ અને કેપસ્ટોન પ્રોજેક્ટ દ્વારા અભ્યાસનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામની પ્રથમ બેચ તા.૨૯ સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ શરૂ થશે. પ્રોગ્રામની વધુ માહિતી અમદાવાદ યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રાપ્ય છે. આ અંગે અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું હતું કે, નેતાગીરીની અધિકૃતતા એક સંસ્કૃતિને બનાવે છે, જેમાં જોખમનું મુલ્યાંકન કરે છે અને તેને સંબોધે છે. સંસ્થાએ તેના કર્મચારીઓને તાલિમ આપવી જરૂરી છે કે, તેઓ ખાસ પ્રકારની ક્ષમતા ધરાવે, ક્યારેક તેમના અનુભવ દ્વારા તો ક્યારેક સામાન્ય પ્રોગ્રામ દ્વારા આ લાવી શકાય છે. ગ્લોબલ એક્ઝિક્યુટિવ એમબીએ પ્રોગ્રામમાં અમે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના કામ કરતા પ્રોફેશનલ્સમાં આગામી પેઢીની ક્રિયાલક્ષી નેતાગીરી વિકસાવવા ઇચ્છીએ છીએ, જેઓ સમાજ તેમની પાસેથી જે નૈતિક અપેક્ષા ઇચ્છ ેછે તેને સમજી શકે. આ પ્રોગ્રામ વણાંટથી વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજીક અસરની સમજ એક મેનેજરિયલ ફ્રેમ વર્ક આપવાની છે. દરમ્યાન યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિઆગોના પ્રોફેસર પ્રદિપ ખોસલાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીથી પ્રેરિત ઉદ્યોગ જેવી કે, ફાર્મા, લાઈફ-સાયન્સ અને હેલ્થકેરમાં સ્પર્ધાત્મક ફાયદાના અનુકુળ પોઇન્ટ છે, જે હંમેશા ગતિશીલ અને વિકસિત થાય છે. કંપનીઓ હંમેશા કંઇક નવું અને આરએન્ડડી કરે છે, જેનાથી લેબથી માર્કેટના પ્રવાસના સમયમાં ઘટાડો થાય અને તેની અસર વધે. વિશિષ્ટ નેતાઓ ઘણી વખત ઉત્પાદન, સેવા અને કંપનીઓની સફળતા તથા નિષ્ફળતા વચ્ચેના તફાવતને નક્કી કરે છે. ભારત ધીમે ધીમે વૈશ્વિક ફાર્મા હબ બની રહ્યું છે, ત્યારે એ જરૂરી છે કે, આ ક્ષેત્રના નેતા, મેનેજર્સ અને કંપનીના કર્મચારીઓ પોતાની જાતને ટેકનોલોજીકલ, વૈજ્ઞાનિકરીતે અને મેનેજમેન્ટની સાથે વધુ તૈયાર કરે. અમારા જેવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલા તાલિમ પ્રોગ્રામ દ્વારા આવી ઉચ્ચ પર્ર્ફોમિંગ ટીમને તૈયાર કરવામાં મદદ મળશે, જેનાથી વૈશ્વિક બજારમાં નેતાગીરી પ્રાપ્ત કરવામાં મદદ થશે.

(9:48 pm IST)