Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દહેગામના રખિયાલમાં ઝાડા-ઉલ્ટીના નવા 38 કેસ નોંધાયા : ડોકટરો સામે લોક રોષ ભભૂક્યો

મોડા આવેલા ડોક્ટરોએ યોગ્ય વર્તન નહિ કરતા લોકોનો હોબાળો : વિડિઓ ઉતારી વાયરલ કર્યો

દહેગામના રખિયાલમાં નવા ૩૮ જાડા ઉલ્ટી ના કેસો નોંધાયા છે સવારના સાત વાગ્યે આવેલા દર્દીઓને છેક ૧૦ વાગ્યા પછી મળી સારવાર મળતા લોકોમાં રોષ ફેલાયો છે.પીએચસી સેન્ટરમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે દર્દીઓને બહાર બાકડા સુઈ રહેવાની ફરજ પડી હતી.

 દવાખાનામાં ડોકટરો સમય હાજર ન હોવાથી સેનિટેશન સ્ટાફ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. મોડા આવેલા ડોકટરોએ લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા લોકો રોષે ભરાયા હતા. લોકોએ ડોક્ટરના ઉદ્ધતાઈભર્યા વર્તનનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા વાયરલ કર્યો હતો. ત્યારે આ મામલે લોકોએ ગાંધીનગરથી તપાસ માટે આવેલા CDHOનો ઘેરાવ કરી પોતાની વ્યથા સંભળાવી હતી.

(7:52 pm IST)