Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સુરતમાં મહિલાના કપડાંની ચોરી કરનાર ચોરને રંગે હાથે પકડી લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરતઃશહેરના કતારગામ વિસ્તારમાંથી છેલ્લાં 15 દિવસો દરમિયાન મહિલાઓના અંડરગારમેન્ટ ચોરનાર વ્યક્તિને લોકોએ મંગળવારે ચોરી કરતાં પકડી પાડ્યો હતો. બ્રા અને નિકરની ચોરી કરતાં પકડાયેલા આ ચોરને લોકોએ બરાબર મેથીપાક આપ્યો હતો. ત્યાર બાદ તેને પોલીસને હવાલે કરી દીધો હતો.

મળેલી જાણકારી મુજબ કતારગામ કુબેરનગર સોસાયટીમાં મહિલાઓના બ્રા અને નિકરની છેલ્લા પંદર દિવસોથી ચોરીઓ થતી હતી. મહિલાઓ બ્રા અને નિકર સુકાવવા માટે નાખતી હતી ત્યારે આ પકડાયેલો ચોર તેને ખિસ્સામાં નાખીને ત્યાંથી ચાલી જતો હતો. આજે જ્યારે રંગેહાથ પકડાયો ત્યારે પોતે હવે પછી અહીં નહીં આવું એવું કહી રહ્યો હતો. લોકોએ તેને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જોકે હાલના તબક્કે પકડાયેલા ચોરની ઓળખાણ છતી થઇ નથી. એટલું જ નહીં તે શા માટે આવું કરતો હતો તે જાણી શકાયું નથી

(6:10 pm IST)