Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ખેડા તાલુકાના ઉમિયાપુરાની સીમમાં એક્ટિવા સાથે સાયકલ અથડાતા એકને ગંભીર ઇજા

ખેડા:તાલુકાના ઉમીયાપુરા સીમમાં એક્ટીવા સાયકલ સાથે અથડાતા સાયકલ સવારને ઈજા થઈ હતી. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના લાલીમાં રહેતા ચુનીભાઈ ગત તા.૮-૭-૧૮ ના રોજ સવારે ૮ વાગ્યાના સુમારે સાયકલ લઈને જઈ રહ્યાં હતા. ત્યારે ઉમીયાપુરા સીમ છીપીયા તલાવડી નજીક પૂરપાટ ઝડપે આવેલ એક્ટીવા નં. જીજે-૦૭ સીએલ-૨૩૧૨ સાયકલ સાથે અથડાતા સાયકલ સવાર ચુનીભાઈને રોડ ઉપર પડી જતાં ડાબા પગની ઢીંચણ ઉપર ઈજા થઈ હતી. 

આ અંગે ઘનશ્યામભાઈ પુનાભાઈ ભોઈએ ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્ટીવા ચાલક સામે ગુનોં નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 pm IST)