Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

નવસારી-જલાલપોરમાં ૭ : વલસાડમાં ૫ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ યથાવત છતા ગુજરાતમાં હજુ માત્ર ૨૦ ટકા જ વરસાદ પડયો ખેડુતો વિસામણુમાં મુકાયા

વાપી, તા.૧૧: ચોમાસની સિઝનમાં ગુજરાત માટે હજુ મેઘરાજનો મુડ જામતો ન હોય તેમ રાજયના અનેક વિસ્તારોમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે.

રાજયના ૬ તાલુકામાં તો હજુ મેધરાજએ આ સિઝનમાં એન્ટ્રી પણ નથી કરી તો કટેલાક વિસ્તારોમાં નજીવા વરસાદ નોંધાતા ચિંતાનો વિષય બન્યો છે ખેડુતોએ ખરીદેલ બિયારંણ પલા હવે સુકાવા લાગ્યું છે.

આ સ્થિતિમાં છેલ્લા ૨૪ રાજયના ર૫ જીલ્લાના ૧૩૭ તાલુકાઓમાં ઝરમરથી ૭ ઇંચ સુધીની મહેર વરસાવી છે. જેને પગલે નદીઓ અને જળાસયોની જળ સપાટીઓમાં વધારો પણ થયો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદારી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૨૮૬.૨૪ ફુટે પહોંચી છે.

જયારે સુરતના કોઝવાની જળસપાટી વધીને ૬.૧૪ મીટરે પહોંચી છે જોકે ગયા વર્ષના પ્રમાણમાં ઉકાઇ ડેમની જળસપાટીનું સ્તર હજુ ઘણુ નીશુ જણાય છે.

ફલડ કંટોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોધાયલ મુખ્યત્વે વરસાદના સર્વ પ્રથમ દ.ગુજરાત પથંકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ભરૂચ ૨૯ મીમી અને જળુસર ૧૯ મીમીના તાપી જીલ્લાના તાલુકાઓમાં ર્સ્વનગઢ ૧૭ મીમી ન્યારા ૭૬ મીમી ડોલવણુ અને વાલોળ ૧૪૨ મીમી વરસાદ નોંધાયેલ છે.

સુરતજીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૮ મીમી ચોર્યાસી ૯૮ મીમી કામરેજ ૨૩ મીમી. ઓલપાડ ૧૬ મીમી પલીતાણા ૪૩ મીમી સુરત સીટી ૧૭ મીમી અને મહુવા ૧૭૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં આખલી ૮૨ મીમી ગંરદેવી ૯૭ મીમી જલાલપોર ૧૬૯ મીમી ખેરગામ ૭૭ મીમી વાસદા ૪૨ મીમી અને નવસારી ૧૭૮ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૪૮ મીમી શુબાર ૭૬ મીમી અને વધઇ ૫૦ મીમી  વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૭૦ મીમી કપરડા ૯૫ મીમી પારડી ૮૪ મીમી ઉમરગામ ૧૦૯ મીમી વલસાડ ૧૨૬ મીમી અને વાપી ૯૬ મીમી વરસાદ નોંધાયો છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં  તો અમદાવાદ જીલ્લાજા તાલુકાઓમાં દરકોઇ ૩૩ મીમી ધંધુકા અને ઢોલેરા ૧૦-૧૦ મીમી અને ધોળકા ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ૪૧મીમી કવડવેજ ૧૪મીમી મડુધા ૩૯ મીમી નડિયાદ ૧૯મીમી અને ઠાસરા ૨૭ મીમી તો માતર માત્ર ૯ મીમી વરસાદ નોંધાયેલ છે.

આકાંદ જીલ્લાના તાલુકા ઓમ્રા આકાદે ૩૦ મીમી  આંકલાવ ઓ સોજીગા ૧૦-૧૦મીમી અને ઉમરેક ૨૬ મીમી તા વડોદરા જીલ્લાના તાલુકાઓમા ડથોઇ ૧૫ મીમી પાદરા ૧૨ મીમી વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદપુર જીલ્લાના તાલુકાઓમાં જેતપુર પાવી ૨૧ મીમી સખંડા ૧૨ મીમી અને છોટા ઉદપુર ૧૦-૧૫ મીમી ગોધરા ૩૭ મીમી અને શહેરા ૩૫ મીમી વરસાદ નોંધાયેલ છે.જયારે મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં કડાકમા ૧૨ મીમી અને સંતરામપુર ૨૭ મીમી તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દાહોદ ૨૧ મીમીૅ દેવગઢ બારિયા ૧૮ મીમી ફતેપુરા ૨૩ મીમી ગરબડા-જોલોદ અને સિંભવડ ૧૫-૧૫ મીમી અને સાજંલી ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.પરંતુ ઉતર ગુજરાત પંથકમાં મેધરાજા હજુ જાલે મુજતા હોય તેમ માત્ર અરાવલ્ી જીલ્લામા તાલુકાઓમાં મેધરાજ ૨૯ મીમી અને માડાસા ૨૮ મીમી નોંધાનીય વરસાદ નોંધાયો છે. જયારે કચ્છ હજુ કોરો ધરડક જ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે ૯:૩૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજએ ડોળ કર્યા છે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ છે.(૨૨.૭)

(3:56 pm IST)