Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

વડોદરામાં શહેરમાં મેઘરાજા મહેરબાન: રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યો: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: 2 વૃક્ષો ધરાશાઈ થયા

વડોદરા:  ગઈકાલે રાત્રે મેઘરાજા મન મૂકીને વડોદરા શહેર ઉપર મહેરબાન થયા હતા.જે મુજબ રાત્રિદરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.તેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.. આ ઉપરાંત પાણીગેટ અને કારેલીબાગ વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા હતા. ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચીને વૃક્ષોને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેર ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.

વાઘોડિયામાં 21 મિ.મી., ડભોઇમાં 15 મિ.મી., પાદરામાં 12 મિ.મી., કરજણમાં 10 મિ.મી., ડેસરમાં 7 મિ.મી., શિનોરમાં 5 મિ.મી. અને સાવલીમાં 2 મિ.મી. વરસાદ વરસ્યો હતો.

(10:51 am IST)