Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અમદાવાદમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટે IIMને કોમર્શિયલ કોચિંગ સેન્ટર ગણીને પ૨ કરોડનો ટેક્સ માંગતા આ ટેક્સ માફ કરવા કેન્‍દ્રિય માનવ સંશાધન મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરતુ IIM

અમદાવાદઃ IIM અમદાવાદે પોતાની પાસેથી માગવામાં આવેલા રુ. 52 કરોડ રુપિયાના સર્વિસ ટેક્સને માફ કરવા માટે સરકારને અપીલ કરી છે. સંસ્થાએ કેન્દ્રિય માનવ સંસાધન મંત્રાલયને આ અંગે પત્ર લખીને આ ટેક્સ બાબતે દખલ કરવા માટે જણાવ્યું છે.

રેવન્યુ ડિપાર્ટમન્ટ IIMને કોમર્શિયલ કોચિંગ સેન્ટર ગણીને તેની પાસેથી 52 કરોડનો સર્વિસ ટેક્સ માગી રહ્યું છે, જ્યારે IIMનું કહેવું છે કે તે આ કેટેગરીમાં આવતી જ નથી. IIM પાસેથી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ તેમજ અન્ય પ્રોગ્રામ માટે લેવાતી ફી પર છેલ્લા છ વર્ષનો 52 કરોડ ટેક્સ માગવામાં આવ્યો છે.

IIMના ડિરેક્ટર એરોલ ડીસોઝાએ આ અંગે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જીએસટીના પ્રિન્સિપાલ કમિશનરે સંસ્થા દ્વારા લેવાયેલી ફી પર ટેક્સ માગ્યો છે. આ મામલે સંસ્થાએ કેન્દ્રિય માનવ સંસાધન મંત્રાલયને પત્ર લખીને તેન નાણાં મંત્રાલય સમક્ષ રજૂ કરવા માટે જણાવ્યું છે.

(5:40 pm IST)