Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નર્મદા જિલ્લા ઓઉટસોરસિંગ કર્મચારીઓને 05 મહિના નો પગાર ન મળતા આંદોલનના માર્ગે

ડીડીઓ કલેકટરને આવેદન આપી ઉપવાસ આંદોલન કરતા આરોગ્ય સેવાઓ પર અસર પડશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા જિલ્લાની આઉટસોરસિંગ કર્મચારી ઓએ કોરોના કાળમાં જીવના જોખમે ફરજ બજાવી હતી જેમાં સરકારે માત્ર કોરોના વોરિયર્સ ગણાવી પણ પાંચ મહિનાઓનો પગાર અને અન્ય લાભો ચૂકવવા માં આનાકાની કરતી હોય આઉટસોરસિંગ કર્મચારીઓ આંદોલન કરવાના મૂડમાં આવી જતા ગુજરાત જનતા જાગૃતિ મંચની આગેવાનીમાં સીડીએચઓ, ડીડીઓ કલેકટરને આવેદન આપી ઉપવાસ આંદોલન કરતા આરોગ્ય સેવાઓ પર અસર જણાઈ રહી છે
આવેદનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગના તાબા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા એ.એન.એમ બહેનો પોતાના જીવના જોખમે કોરોનાની કામગીરી કરી રહ્યા છે તેમ છતાં આ કર્મચારીઓને સમયસર પગાર થાય એ માટે કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ દ્વારા તારીખ 05 માર્ચ 2021 અને 03 જૂન 2021ના પત્ર દ્વારા આદેશ આપવામાં આવેલ છે પરંતુ અધિકારીઓની રેઢિયાળ કામગીરી તેમજ ફરજ પ્રત્યેની બેદરકારીના કારણે કર્મીઓ ને પાંચ મહિનાનો પગાર ચુકવાયો નથી
આ કોરોના વોરિયર્સ મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા તમામ એએનએમ બહેનો સાથે ડીડીઓ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન નો પ્રારંભ કર્યો છે.

(11:47 pm IST)