Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોનાનો કહેર ઘટતા અમદાવાદીઓ લાપરવાહ બન્યા : 10 હજાર લોકો માસ્ક વગર ઝડપ્યા : પોલીસે દંડ ફટકાર્યો

છેલ્લા બે મહિનાની તુલનાએ ચાલુ મહિને વસૂલવામાં આવેલ દંડની રકમ પ્રમાણમાં ખુબ જ વધારે

અમદાવાદ : કોરોનાની બીજી લહેર માં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત થયા હતા જો કે સંક્રમણ ની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણો લાવ્યા હતા. અને રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જો કે હવે કોરોન ના કેસ માં ઘટાડો થતાં રાજ્ય સરકાર એ કેટલીક છૂટછાટો આપી ને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે.કારણ કે માત્ર દસ દિવસ માં જ પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા 22 હજાર લોકો ને દંડ ફટકાર્યો છે.

જો ગત બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિના માં પોલીસની કાર્યવાહી પર નજર કરીએ તો એપ્રિલ મહિનામાં  52311 લોકો પાસેથી . 52311000 દંડ વસૂલાયો હતો જયારે મેં મહિનામાં  56725. લોકો પાસેથી 56725000 દંડ વસૂલાયો છે

આમ બે મહિના ની સરખામણી માં ચાલુ મહિને વસૂલવા માં આવેલ દંડ ની રકમ પ્રમાણ માં ખુબ જ વધારે જોવા મળી રહ્યું છે.

પોલીસ અધિકારી મુજબ અનલૉક ની સાથે જ લોકો પોતાની જવાબદારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે અત્યાર સુધી ની વાત કરીએ તો કોરોના કાળ માં પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા લોકો પાસે થી કુલ 49 કરોડ જેટલી રકમ નો દંડ વસુલ્યો છે.

(11:15 pm IST)