Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એરોનોટિક્સ તેમજ એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં શરુ થશે કોર્સ

વિદ્યાર્થીઓ એમ.ટેક. ડિપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે.: કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી શરુ

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં એવિએશન તેમજ એરોનોટિક્સના કોર્સ શરુ કરવામાં આવશે આ  કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી શરુ કરવામાં આવશે.

આ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ એમ.ટેક. ડિપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને અને 5 વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવાશે.ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે, જેમાં આ પ્રકારનો કોર્સ શરુ કરવામાં આવ્યો છે. કોર્સમાં પ્રવેશ લેવા માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે.

 આ કોર્સ માટેDGCA દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આમાં એમ.ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ બાબતે અદાણી એવિએશન અને મહેસાણા ફલાયિંગ સ્કૂલના MOU પણ થયેલા છે. આપને જણાવી દઈએ કે આ કોર્સ માટેની ફીનું ધોરણ હજી સુધી નક્કી કરવામા આવ્યું નથી. યુનિવર્સિટીની બોર્ડ મીટિંગમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે નવા કોર્સ ઉમેરવામાં આવે છે, જેને કારણે વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે છે. અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, બાયોમેડિકલ ટેક્નોલોજી સહિતના કોર્સમાં અરજી આવી છે.

(7:14 pm IST)