Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગાંધીનગરમાં પોલીસે બાતમીના આધારે બે જગ્યાએ દરોડા પડી 17હજારના મુદામાલ સાથે ચાર જુગારીઓને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે દરોડા પાડી રહી છે ત્યારે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નાસ્મેદ ગામે તળાવ કિનારે કેટલાક ઈસમો ભેગા થઈને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડી નાસ્મેદ ગામમાં રહેતાં મનુજી ફતાજી ઠાકોર, છગનજી પ્રતાપજી ઠાકોર, અંબારામ વરસંગજી ઠાકોર અને રામાજી મોતીજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૩૬૬૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. જયારે કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનસર ગામની સીમમાં ડીંગુચા જતાં રોડ ઉપર ખરાબાની

 ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા થઈને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જેના પગલે દરોડો પાડી ઘનશ્યામજી ગોપાલજી ઠાકોર રહે.બગીચાની ચાલી કલોલ, વિનોદકુમાર માંગીલાલ વૈષ્ણવ રહે.ડાંગરવા કડી, હર્ષદભાઈ મફતલાલ જાદવ રહે.આંબેડકરનગર રેલ્વેપૂર્વ કલોલ અને રાજુભાઈ છનાભાઈ પટેલ રહે. ઉમિયાનગર પાનસરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૧૪૦૬૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. જુગારીઓ સામે જુગારધારાની સાથે કોરોના કાળમાં એકઠા થવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. 

(6:00 pm IST)