Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સુરત:લોન સુવિધા આપતા એજન્ટના 4.28 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે 1 વર્ષની કેદની સુનવણી કરી

 સુરત:શહેરમાં લોન સુવિધા અપાવનાર એજન્ટે કમિશનના નાણાંના પેમેન્ટ પેટે આપેલા 4.28  લાખના ત્રણ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપી એજન્ટને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વી.કે.સોલંકીએ દોષી ઠેરવી 12 માસની કેદ,નકારાયેલા ચેકની બમણી રકમ ત્રીસ દિવસમાં ફરિયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

આજથી સાતેક વર્ષ પહેલાં ફરિયાદી ધર્મેશ રમેશ પટેલ (રે.શ્લોક રેસીડેન્સી, ઉત્રાણ, વરાછા) ને ધંધાકીય હેતુ માટે 5.30 કરોડની મોટી લોનની જરૃર પડતા પાંચ ટકા કમિશન પર લોન અપાવતા આરોપી એજન્ટ અજયકુમાર અરવિંદ સુરતીનો સંપર્ક સાધ્યો હતો. એજન્ટે રૃા.27.50 લાખ કમિશનની માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ રૃા.13.50 લાખ કમિશન ચુકવી બાકીની રકમ લોન મંજુર થયા બાદ આપવાનું જણાવી લોનના તારણમાં ગવિયર ગામમાં મિત્રની જમીનના દસ્તાવેજો આરોપીને સોંપ્યા હતા.

પરંતુ કમિશન પેટે નાણાં મેળવ્યા બાદ આરોપીએ લોન અપાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જણાવી કમિશન પેટે મેળવેલા નાણાંના પાર્ટ પેમેન્ટ તરીકે રૃા.4.28 લાખના ત્રણ ચેક લખી આપ્યા હતા. જે ચેક રીટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી અજયકુમાર સુરતીને દોષી ઠેરવી સજાનો હુકમ કર્યો હતો.

(5:56 pm IST)