Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

AVN હિપ- કોવિડમાં સ્ટિરોઈડથી થતું કોમ્પલિકેશનઃ ડો.પારેખ

સતત ઉંચા રકત સ્ત્રાવથી શરીરની નાની રકતવાહીનીઓ સંકોચાય જાયઃ AVN હિપનું નિદાન અગત્યનું

(કેતન ખત્રી) અમદાવાદઃ સાથળના હાડકાંનો ઉપરનો હિસ્સો (ફીમોરલ હેડ) જે હીપ જોઈન્ટના બોલની રચના કરેલ છે. ઓવાસ્કયુલર નેક્રોસીસ એટલે કે, ફીમરના હેડમાં રકત સંચાર બંધ થઈ જવો. આના પરિણામે હાડકું છેવટે મૃતપ્રાય બની જાય છે. જેને ફીમોરલ હેડનું એવાસ્કુલર નેક્રોસીસ પણ કહેવાય છે.

પારેખ્સ હોસ્પિટલ ડો.પારેખના જણાવ્યા મુજબ, તેમણે AVN હિપના ૬ કેસ છેલ્લા એક મહિનામાં તપાસ્યા છે. જે સામાન્ય રીતે ૧ વર્ષમાં છ જોવા મળે છે. કોવિડ દરમ્યાન સ્ટિરોઈડની જરૂરિયાત ખૂબ વધારે અને લાંબા સમય સુધી રહે છે. જેને કારણે AVN હિપની સંભાવના રહે છે. ફેમોરલ હેડમાં રકત સંચાર જટીલ થાય છે. તેમાં જરાય ખામી સર્જાય તો  હાડકું મરી જાય છે. કોર્ટિકો સ્ટિરોઈડ શરીરમાં ઈન્ફલામેટરી સેલ ફંકશન રોકે છે. તેની અન્ય અસર લાઈપો જિનેસિસ અથવા રકતમાં લિપિડની માત્ર વધવાથી રકતનો વહાવ નાની નળીઓમાં અવરોધ થાય છે. ફીમરનું હેડ ખાસ કરીને આ મહત્વના રકત સંચારથી વંચિત રહે છે.

ગ્લુકોર્ટિકોઈડ્સની અન્ય અસર શરીરમાં બ્લડ પ્રેશર ઊંચુ રાખે છે. સતત ઊંચા રકતસ્ત્રાવની શરીરની નાની રકત વાહિનીઓ સંકોચાય છે. ફીમરના હેડની આર્ટરીઝ સંકોચાય તો પરિણામે હેડમાં રકત સંચાર બંધ થઈ જાય છે. ઘટેલા રકત પુરવઠા અને વેઈન્સના પુરવઠામાં અવરોધથી ફીમોરલ હેડમાં પ્રેશર બિલ્ટ અપ થાય છે.

ડો.પારેખ AVN હિપના લક્ષણો સાથળ અને ગ્રોઈનમાં ત્રણથી વધુ દિવસ દુઃખાવો આજ સ્થળે વજન ખમવામાં તકલીફ થવી ચાલતા Limp થવું હલન- ચલનમાં તકલીફ ઓવસ્કયુલર નેક્રોસીસનું નિદાન ફિઝિકલ તપાસ અને રેડિયોલોજિકલ પધ્ધતિથી થાય છે. વધુ પડતા સ્ટિરોઈડના ડોઝથી બંને હિપ ઉપર અસર થયેલી જોવા મળે છે. ઈમેજિંગ ટેસ્ટ માટે એકસ-રે અને MRI સ્કેનની મદદ લેવાય છે. શરૂઆતના તબકકામાં એકસ-રેમાં કોઈ ફેરફાર દેખાતો નથી. MRI કરાવવાથી પ્રારંભિક તબકકામાં ફેરફારો દેખાઈ આવે છે. હાડકાનું નેક્રોસિસ શરૂઆતના તબકકામાં MRI દ્વારા જાણવા મળે છે.

ડો.પારેખના મતે AVN હિપનું વહેલું નિદાન ખૂબ જ મહત્વનું છે. આનાથી આપણે ઓપરેશન વગર સારવાર દ્વારા હિપને બચાવી શકીએ છીએ. આની જો અવગણના કરવામાં આવે તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી અનિવાર્ય બને છે.

(4:01 pm IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST