Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સુરત: ટેમ્પો પલટી મારતા માંસના લોચા રસ્તા પર વિખેરાયા: ગૌમાંસની આશંકાએ તપાસ શરૂ

ટેમ્પો ચાલાક ફરાર : પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો: રસ્તો પાણીથી સાફ કરાયો : માંસના સેમ્પલને વધુ તપાસ અર્થે મોકલાયા

સુરત : શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવા ગેટ તરફ જતા બ્રીજ પાસે વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો પલટી મારી ગયો હતો. અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ટેમ્પા ચાલક ઈસમો ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. આ ઉપરાંત ટેમ્પામાં ગૌમાંસ હતું કે કેમ તે માટે માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે

સુરત શહેરમાં વહેલી સવારે એક અક્સમાતની ઘટના બની હતી. વહેલી સવારે એક પીકઅપ ટેમ્પો ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતા અને ટેમ્પામાં માસ હોવાથી રોડ પર માસના લોચા વેરવિખેર જોવા મળ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રોડ પર માસ પડેલું હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને રસ્તો ધોઈ ચોખ્ખો કરવામાં આવ્યો હતો. જો કે બીજી તરફ અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રોડ પર મોટી સંખ્યામાં માસના લોચા જોઈ તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. તેઓએ સૌ પ્રથમ રસ્તો ધોવડાવી રસ્તો ચોખ્ખો કર્યો હતો. બાદમાં આ ગૌમાસ છે કે કેમ તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. માસને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે. અને જો આ ગૌમાંસ હોવાનું બહાર આવશે તો આ મામલે ગુનો નોધી તપાસ પણ શરુ કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું

ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દીધો હતો. પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને આ મામલે તપાસ શરુ કરી હતી.

(1:17 pm IST)
  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST