Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્રજી યાદવઃ કમલમ - ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વાગત કર્યુ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવનું કમલમ - ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે સ્વાગત કર્યુ હતું.  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની  ઉપસ્થિતિમાં કમલમ ખાતે  ભાજપ કોર કમિટી બેઠક યોજાઇ હતી. કોર કમિટિની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્ર કાકા, ભાજપ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)
  • મહારાષ્ટ્ર ના રાજકારણમાં ગરમાવો : ગઈકાલે CM ઠાકરેની PM મોદી સાથેની મુલાકાત બાદ શિવસેના ના સંજય રાઉતે PM મોદી ના ખૂબ વખાણ કર્યા બાદ આજે NCP સુપ્રીમો શરદ પવારે, રાજકારણના વીખ્યાત સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપતા અનેક તર્ક - વિતર્ક પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:55 am IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST