Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ધરણા-વિરોધ પ્રદર્શન

અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલમાં ૨૨ વખત વધારો થયોઃ છેલ્લા ૭૩ વર્ષમાં સૌથી વધુ ભાવ વધારોઃ હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, મનિષ દોશીના ભાજપ સરકાર ઉપર પ્રહારો

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ગુજરાતમાં ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે અકિલાને જણાવ્યુ હતુ કે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આજે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કરીને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર સામે વિરોેધ કરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બધેલ, મુખ્ય પ્રવકતા મનિષ દોશી સહિતનાની આગેવાનીમાં મળેલી મિટીંગમાં વિરોધ પ્રદર્શન અને ધરણા માટેના કાર્યક્રમો નક્કી કરાયા છે.

કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે ભાજપ સરકારે ૪ મે થી અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમા ૨૨ વખત વધારો કર્યો છે. છેલ્લા ૭૩ વર્ષમાં સૌથી વધુ ભાવ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(11:45 am IST)