Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

તોકતે વાવાઝોડા નુકસાની બાબતે સરકાર નર્મદા જિલ્લાના ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરે છે : કલેકટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કોરોના મહામારીમાં તોકતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં કેર વર્તાવ્યો છે.આ વાવાઝોડાથી રાજ્યમાં મુખ્યત્વે બગાયતી પાકોનું વ્યાપક નુકશાન થયુ છે. ખેડૂતોએ મહા મહેનને તૈયાર કરેલ પાક કુદરતી વાવાઝોડામાં.નાશ થતા  ખેડૂતોને મોટું નુકશાન થયુ છે.
ગુજરાત સરકારે વાવાઝોડા દરમિયાન જે પણ ખેડૂતોના બાગાયતી પાકોને નુકશાન થયું છે તેને વળતર આપવાની જાહેરાત કરી હતી પણ ગુજરાત સરકારે નુકશાની વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખ્યો છે. જે ગુજરાત સરકાર નર્મદા જીલ્લાના ખેડૂતો સાથે અન્યાય કરતા હોય એવું લાગી રહ્યું છે.
નર્મદા જીલ્લાના ખેડૂતો એ સરકાર પાસે વાવાઝોડાથી થયેલા નુકશાનીના વળતરની માંગ કરી હતી નર્મદા જીલ્લાના વહીવટીતંત્રએ અલગ અલગ ટીમો બનાવી સર્વે કર્યું અને એનો રીપોર્ટ રાજ્ય સરકાર ને  આપવામાં આવ્યો હતો.જ્યારે ગુજરાત સરકારે વળતર ચૂકવવા માટે જે યાદી જાહેર કરી એમાં નર્મદા જીલ્લાનો સમાવેશ ન કરતા સમગ્ર જીલ્લા સહીત આદિવાસી ખેડૂતો સાથે ગુજરાત સરકાર ઓરમાયું વર્તન રાખતી હોય એવું લાગી રહ્યું છે. નર્મદા જીલ્લા બાગાયત વિભાગ દ્વારા જીલ્લાના મુખ્ય જેટલા ગામોમાં સર્વે કરી ૭૭૩ ખેડૂતો ને ૧૩૦૪ હેક્ટરમાં નુકશાન થયું હોવાનો સરકારમા રીપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો.તેમ છતા સરકારે નર્મદા જિલ્લા ને કેમ બાકાત રાખ્યો એ એક પ્રશ્ન છે. નર્મદા જીલ્લા બાગાયત વિભાગે ૧૩૦૪ હેક્ટર મા પાક નુકશાની માટે ૧,૭૬,૪૪,૫૦૦ રૂપિયાની એસ.ડી.આર .એફ માંથી ગ્રાન્ટ ફાળવવા સરકારમાં રજૂઆત કરી છે. જે સત્વરે ખેડૂતો ને મળી રહે એવી આવેદનમાં માંગ કરાઈ છે. આવેદનમાં કિસાન મજદૂર સંઘના ગુજરાત પ્રમુખ ચેતરભાઈ વસાવા, ડેડીયાપાડા આગેવાન બહાદુર ભાઈ વસાવા હાજર રહ્યા હતા

(12:46 am IST)