Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સુરતમાં ૧ મહિલા, ૪ શખ્સો ૮ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયા

સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર વધી રહ્યો છે : મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા ત્યારે તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું

સુરત, તા. ૧૦  : સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ અને નશો લોકો વધુને વધુ કરતા હોય તેવી લાગી રહ્યું છે કારણ કે સુરતમાં ડ્રગ્સના જથ્થો સતત પકડાઈ રહ્યો છે અને આરોપી પણ યુવા વર્ગ જોવા મળે છે જેના પરથી કહેવાય લે સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત ઇસમોને લાખના ડ્રગ્સ  સાથે ઝડપી પાડ્યા.

સુરત ક્રાઈમ બ્રાન્ચની પકડમાં બેઠેલા મહિલા સહિતના આરોપીઓ કિંમતી MD ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરી રહ્યા છે. આમતો લોકોએ કોઈ કંપનીમાં કે એજ્યુકેશન એકજીબેશનમાં આવી રીતે ફોટો સુટ કરવાનું હોય પણ જે વેપાર તેમને શરૂ કર્યો જેથી તે લોકો સુરત ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવી ગયા હાલમાં ગુજરાત પોલીસ વડા દ્વારા જે ડ્રગ્સ બાબતે ગુજરાતમાં ડ્રાય રાખવામાં આવી તે બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સની ફેરફેરી કરતા લોકો અને ટોળકી સામે વોચમાં હતી.

ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડી એમ રાઠોડની ટિમ ને માહિતી મળી હતી કે મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો મુંબઈથી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા ત્યારે ડીંડોલીના ટી પોઇન્ટ ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારણે રોકી તપાસ કરતા ૭૯૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું અને કારમાં એક મહિલા પણ સવાર હતી ત્યારે એક મહિલા સહિત ચાર લોકો મુંબઈથી ડ્રગ્સ લાવી સુરત વેચવાના હતા. હાલમાં તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૭૯ ગ્રામ ડ્રગ્સ જેની કિંમત લાખ ૯૦ મળી કુલ ૧૨ લાખથી વધુનો મુદામલ જપ્ત કર્યો છે અને વધી તપાસ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ડી એમ રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે.

(9:55 pm IST)