Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાયુ વાવાઝોડાના પગલે ઉચ્ચ સ્તરીય મીટીંગ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી વાવાઝોડાને પહોચી વડવા, સરકાર દ્વારા થઈ રહેલ તેયારીઓની વિગતો આપી : લોકોને પણ સાવધાની વર્તવા કરી અપીલ : સૌરાષ્ટ્રના મંત્રીઓને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ, જયેશ રાદડિયાને પોરબંદર જિલ્લો, હકુભાને જામનગર જિલ્લો અને સૌરભભાઈને રાજકોટ જિલ્લાની જવાબદારી સોપાઈ

ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી.

આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં આવનારા સંકટને પગલે ગુજરાતમાં વાવાઝોડાને અસર કરતા તમામ જિલ્લાઓના લોકોને અમૂક પ્રકારના સૂચનો પણ આપ્યા હતા. 

⦁ વાવાઝોડુ ૧૩મી તારીખે જમીનને અટકશે તેવી શક્યતાઓ છે

⦁ ગુજરાતની સરહદ સાડા પાંચસો કિલોમીટર દૂર વાયુ વાવાઝોડું છે

⦁ સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર અને કચ્છને આ વાવાઝોડું અસર કરશે

⦁ ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે

⦁ 13 તારીખે સવારે 5:00 વાગ્યે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવાઝોડું પહોંચશે

⦁ 10 જિલ્લાના 31 તાલુકામાં વ્યાપક અસર થશે

⦁ 408 ગામો  સીધી અસરમાં આવશે

⦁ 110 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રને અસર કરશે

⦁ લાઈટના થાંભલા કાચા મકાનોને સીધી અસર થશે

⦁ અસરગ્રસ્ત વિસ્તારના 10 જિલ્લાઓમાંથી દરિયા કિનારાના વિસ્તારો, કાચા મકાનમાં રહેતા લોકો, સહિત 2.91 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે

⦁ સરકારી કે જાહેર બિલ્ડિંગો ધાર્મિક સંસ્થાઓના પાકા મકાનોમાં સલામત સ્થળે ખસેડવામાં આવશે

⦁ વાવાઝોડું આવે ત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે આરોગ્ય વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પોલીસ તંત્ર અને ખાસ કરીને એનડીઆરએફની ટીમો, આર્મીની અને બીએસએફની ટીમોને સરકારે કામે લગાડી છે

⦁ ગુજરાત પોલીસની એસ.ટી.આર.એફ ની 10 ટીમોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આર્મીની 11 ટીમો કાર્યરત રહેશે

⦁ 27  ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે

⦁ નાગરિકોના જાનમાલની સંપૂર્ણ સલામતી થાય તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે

⦁ વૃક્ષો પડી જવાથી માર્ગ બોલ્ક થાય ત્યારે 100 જેટલા જે.સી..બી સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે

⦁ લાઈટના થાંભલા પડી જાય તો નવા થાંભલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

⦁ જીઈબી તરફથી પણ પૂરી ટીમ અને વ્યવસ્થા કરવામાં આવી છે

⦁ અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબીનેટ મંત્રીઓ અને અધિકારીઓ, ચાર દિવસ રોકાવા માટે પોતાના વિસ્તારોમાં જશે

⦁ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ, ગાંધીનગર કંટ્રોલરૂમના સતત સંપર્કમાં રહીને જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિર્ણય લેશે

⦁ ગૃહમંત્રી અમીત શાહ દ્વારા પણ એરફોર્સ, નેવી અને આર્મીને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે

⦁ દરેક નાગરીકોને ત્રણ-ચાર દિવસનું પીવાનું પાણી સ્ટોરેજ કરવાની સલાહ આપવામાં આવી છે

⦁ પોતાના વાહનોમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ પુરાવી રાખે તેવી સલાહ આપવામાં આવી

⦁ દરેક નાગરિકોને પોતાના મોબાઇલ પૂરતા ચાર્જ રાખવાની પણ અપીલ કરી

⦁ પ્રવાસે આવેલા પર્યટકો પોતાનો પ્રવાસ ટૂંકાવી દયે તેવી પણ સલાહ આપવામાં આવી. 

⦁ આવતીકાલે 12:00 વાગે એસટી બસનો વ્યવહાર પણ આ 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં બંધ કરવામાં આવશે

⦁ સૌની યોજના દ્વારા અને પાણી પુરવઠાની પાઈપલાઈનો દ્વારા આવતીકાલ સુધી આ વિસ્તારના નાગરિકોને પહોંચાડવા માટે પંપીંગ કરે તેવી સૂચના આપવામાં આવી

⦁ પાંચ લાખ ફૂડ પેકેટો પણ તૈયારી રાખવાની સૂચના અપાય છે

⦁ ધાર્મિક સામાજિક અને એનજીઓની સામાજિક સેવાના ભાગરૂપે તેમની કામગીરી કરવા માટે અપીલ કરી

⦁ એરફોર્સને પણ વિનંતી કરવામાં આવી છે કે, જરૂરિયાત પ્રમાણે જ ફૂડપેકેટ પહોંચાડવા માટે અન્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે અથવા નાગરિકોને ખસેડવા માટે અને હેલિકોપ્ટરની જરૂર કે વિમાનની સુવિધા તૈયાર રાખે તેવી સૂચના અપાય છે

⦁ અમદાવાદ વડોદરા સહિતના એરપોર્ટના હેલીપેડ ઉપયોગ કરાશે

⦁ પુરવઠા નિગમને જરૃરી રાશન પણ આપવાની સૂચના આપવામાં આવી છે. મોટી હોસ્પિટલો અને દવાખાનાઓને પુરતો જથ્થો રાખીને મદદ માટે તૈયાર રહેવાની સુચના આપવામાં આવી છે

⦁ ડેમોમાં પણ સૂચના આપવામાં આવી છે કે, વરસાદ પડે કે નદીમાં પૂર આવે તે પાણીનો ઉપયોગ સંગ્રહ માટે કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરે

⦁ મોબાઈલ ચાલુ રહે એ માટે ટાવરો સ્વીચઓવર થાયએ પ્રકારની પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી

⦁ પશુપાલકોને પણ વિનંતી કરી કે પશુઓ સુરક્ષિત રાખે બાંધીને રાખે

⦁ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચથી આઠ ઇંચ જેટલો વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પડી શકે તેવી શક્યતા છે

⦁ દર ત્રણ કલાકે વાવાઝોડા ઉપર હવામાન વિભાગ ધ્યાન રાખી રહ્યું છે અને તેની આગાહી કરી રહ્યું છે

⦁ સરકારે નાગરિકોને વિનંતી કરી કે નીચાણવાળા વિસ્તારમાં ન રહે, કે દરિયાઈ વિસ્તારોમાં ન રહે અને અધિકારીઓ જે પ્રકારે માર્ગદર્શન આપે તે પ્રમાણે સહયોગ આપે

⦁ દક્ષિણ ગુજરાતના નાગરિકોને પણ સલામત અને જાગૃત રહેવા અપીલ કરી

⦁ સૌરાષ્ટ્રના મંત્રીઓને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ, જયેશ રાદડિયાને પોરબંદર જિલ્લો, હકુભાને જામનગર જિલ્લો, સૌરભભાઈને રાજકોટ જિલ્લાની જવાબદારી

⦁ સિનિયર સચિવોને પણ 10 જિલ્લામાં મોકલવાની સૂચના આપવામાં આવશે

(11:22 pm IST)
  • હવામાન ખાતાની તા. 11.6.19 થી તા. 14.6.19સુધી ની વાવાઝોડાની આગાહી મુજબની સૂચના મુજબ તા.12.06.19ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવ નો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે, તેમ જનરલ મેનેજર - શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાણવા મળે છે. access_time 11:55 pm IST

  • વાવાઝોડાના સામના માટે એનડીઆરએફ ની ૪૨ ટીમ ખડેપગે : વાયુ વાવાઝોડાથી સર્જનાર સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે ગુજરાતમાં એનડીઆરએફ ની ૩૯ ટીમો ગુજરાતમાં અને ૩ ટીમ દિવમાં ખડેપગે તૈયાર રાખવામાં આવી છે. access_time 8:42 pm IST

  • અલીગઢમાં ભારેલો અગ્નિ :વાતાવરણ તંગ: તંત્રએ કલમ 144 લગાવી: ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો :અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની હત્યા બાદ તંત્ર એલર્ટ: અર્ધસૈનિક દળ તૈનાત access_time 1:02 am IST