Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

એલિસબ્રિજ પરથી બે ભાગમાં મૃતદેહ મળતાં ભારે સનસનાટી

હત્યા બાદ લાશને સળગાવી ટુકડા કરી ફેંકી દેવાયા : મૃતદેહનો એક ટુકડો એક જગ્યા ઉપરથી અને બીજો ટુકડો બીજી જગ્યાએથી મળ્યો : અજાણી લાશ મામલે ચકાસણી

અમદાવાદ,તા. ૧૧ : શહેરના એલિસબ્રિજ પર આવેલા વિકટોરિયા ગાર્ડન નજીક માણેકબુર્જની પાસેથી આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાશનુ માથુ એક વિસ્તારમાંથી અને અન્ય અંગો બીજા વિસ્તારમાંથી મળી આવતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. મૃતકના અંગો અને અવશેષોને જોતાં તેની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, લાશ ત્રણ-ચાર દિવસ જૂની હોઇ શકે છે. લાશ કોની છે તે અંગે માહિતી મેળવવા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એક બીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવ્યો હતો, છેવટે ચાર કલાકની હદની બબાલ બાદ ગાયકવાડ હવેલી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી થોડે દૂર એક વ્યકિતની સળગેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટુકડા મળી આવ્યા હતા. જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટુકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટુકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો. હજી સુધી મૃતદેહના અન્ય ટુકડા અને અવશેષો ગુમ હોવાની વાત મળતા નજીકના ચાર પોલીસ સ્ટેશનનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસે તમામ અવશેષો કબજે કરી હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહના અવશેષો શોધવા નદીમાં પણ શોધખોળ કરવામાં આવી હતી. બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોઇને ક્રાઇમબ્રાંચે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હજી સુધી આ હત્યા કઇ રીતે કરવામાં આવી અને આ મૃતદેહ કોનો છે તેની પોલીસને જાણ થઇ નથી પરંતુ ટૂંક સમયમાં જ તેની ઓળખ કરી લેવાશે, ગુનાનો ભેદ ઉકેલી નંખાશે તેવો પોલીસે દાવો કર્યો હતો.

(9:05 pm IST)
  • વાયુ વાવાઝોડું હવે ગંભીર સ્વરૂપ પકડી ચૂક્યું છે અને ખતરનાક વાવાઝોડા સ્વરૂપે સૌરાષ્ટ્રના પોરબંદર- મહુવા તરફ ધસમસી રહ્યું છે. વાયુ વાવાઝોડાના લેઇટેસ્ટ ટ્રેકની તસ્વીર "સ્કાયમેટે" પ્રસિદ્ધ કરી છે. access_time 10:04 pm IST

  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • મુંબઇ-થાણે : ૪૮ કલાક સુધી ભારે વરસાદની ચેતવણી access_time 11:27 am IST