Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાવાઝોડા વેળા તકેદારી ....

સાવચેતી અને સલામતીથી નુકસાન ટળે છે

અમદાવાદ,તા. ૧૧ : ગુજરાત ઉપર વિનાશકારી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. કોઇપણ પ્રકારના નુકસાનને ટાળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે. ઝીરો ટોલરન્સ, ઝીરો કેજ્યુઆલીટીના મક્કમ નિર્ધાર સાથે રાજ્યનું વહીવટીતંત્ર વાયુ વાવાઝોડાના સામના માટે તૈયાર છે. વાવાઝોડાની સ્થિતિમાં સાવચેતી અને સલામતી માટે લોકો તકેદારી રાખે તે જરૂરી છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

*   સમાચાર અને ચેતવણીઓ સતત સાંભળવાની જરૂર

*   સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં રહેવાના પ્રયાસો જરૂરી

*   ઢોર ઢાંકર ખૂંટાથી છૂટા કરીને રાખવાની જરૂર

*   માછીમારોને દરિયામાં નહીં જવાની જરૂર અને બોટ સલામત સ્થળે મુકવી

*   અગરિયાઓએ સલામત સ્થળે ઘસી જવું

*   સુકા નાસ્તા, પાણી, થાબળા, કપડાની કિટ સાથે રાખવી

*   મહત્વના નંબરો સાથે રાખવા

વાવાઝોડા દરમિયાન તકેદારી

*   જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશરો લેવો નહીં

*   વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ ન કરવું

*   વાવાઝોડાના સમયે રેલવે અને દરિયાઈ મુસાફરી યોગ્ય નથી

*   વિજળી અને ગેસ કનેક્શન બંધ કરી દેવાની જરૂર

વાવાઝોડા બાદ કાર્યવાહી

*   બચાવ કામગીરી માટે ફાયર, પોલીસ અને કોર્પોરેશનની મદદ લેવી

*   અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો

*   જરૂર પડે ત્યારે તબીબી સારવાર તરત મળે તેવી વ્યવસ્થા કરવી

*   અસરગ્રસ્તોને મદદ પહોંચાડવી

(8:38 pm IST)