Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઉમરેઠમાં બસ સ્ટેન્ડ નજીક ગોડાઉનમાંથી થયેલ 1.84 લાખના ચોરીના બનાવમાં પોલીસે બે ની ધરપકડ કરી

ઉમરેઠ:શહેરના બસસ્ટેન્ડ પાછળ આવેલા ગોડાઉનમાંથી વિમલ પાન મસાલા, તમાકુ તેમજ રજનીગંધાના કાર્ટુનોની થયેલી ચોરી સંદર્ભે તપાસ કરતી આણંદ એલસીબીએ માલેગાંવથી બે શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૫મી એપ્રિલના રોજ ફરિયાદી શીરીષ પન્નાલાલ ગાંધીના ઉમરેઠના બસસ્ટેન્ડ પાસે આવેલા ગોડાઉનમાં રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને પદ્માવતી લીલા ગોડાઉનના લોખંડના દરવાજાના બહારના ત્રણ નકુચા તોડી નાંખીને ગોડાઉનમાં પ્રવેશ કરી વીમલ પાન મસાલાના ૬ કાર્ટુન, તમાકુના ૪ કાર્ટુન અને રજનીગંધા પાન મસાલાનું એક કાર્ટુન મળીને કુલ ૧.૮૪ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:34 pm IST)