Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સુરતમાં શાળામાં જર્જરિત દીવાલથી વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં: 25 લાખના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન

સુરત: શહેરની ઘટના બાદ ફાયર સેફ્ટી બાબતે તંત્ર જાગ્યું છે અને તેનું પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે સ્માર્ટ ક્લાસરૂમની વાતો કરતા રાજ્ય સરકારના પાટનગર ગાંધીનગરમાં જ જર્જરીત અને ગમે ત્યારે પડી જાય તેવી છત નીચે ...બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્રએ જ આ શાળા અનફીટ હોવાનું કબુલ્યું છે તેમ છતા અહીં રીપેરીંગ માટે આવેલા ૨૫ લાખ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 

પાટનગર ગાંધીનગરના સ્થાપનાકાળથી ઉભા કરવામાં આવેલા સરકારી આવાસો કાળક્રમે જર્જરીત થતા તેને ક્રમબધ્ધ તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે આવી જ રીતે ઘણા વર્ષોથી બનેલી સરકારી શાળાઓ સામે તંત્રને જોવાનો પણ સમય નથી. જેના કારણે જર્જરીત છતની નીચે વિદ્યાર્થીઓને ભણાવવાનો વારો આવી રહ્યો છે. 

(5:30 pm IST)