Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ખેડા તાલુકામાં કાળાપાણીની સમસ્યાથી ખેડૂતોને હાલાકી: છેલ્લા 40 વર્ષથી કેમિકલયુક્ત પાણીથી ખેતરમાં પાકને વ્યાપક નુકશાન

ખેડા :તાલુકાના કલમબંધી વિસ્તારના ખેડુતો છેલ્લા ચાલીસ વર્ષોથી કાળાપાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. આસપાસની અનેક ફેક્ટરીઓ દ્વારા કેનાલમાં છોડવામાં આવતા કેમીકલ યુક્ત દુષિત પાણીને કારણે આજુબાજુના ખેતર તેમજ વિસ્તારોમાં વ્યાપક નુકશાની  ભોગવવાનો વારો આવ્યો છે.દુષિત પાણી જમીનમાં ઉતરવાને કારણે ભૂગર્ભજળ દુષિત કરે  છે.

ખેડા તાલુકાના કલમબંધી વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં અમદાવાદ અને માતરની આસપાસના વિસ્તારોમાં આવેલી ફેકટરી દુષિત પાણી છોડે છે.ઔદ્યોગિક એકમો દ્વારા છોડાતુ  કેમીકલ યુક્ત પાણી આ કેનાલમાં છોડવામાં આવે છે.જેના કારણે ઘણા વર્ષોથી ખેડુતોને સહન કરવાનો વારો આવ્યો છે.

(5:29 pm IST)