Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

નડિયાદના વસોમાં વડોદરાના શખ્સ સાથે મળી એન.આઈ.આર યુવતીને બ્લેકમેલ કરી 50 લાખ પચાવનાર બે યુવક પોલીસના સકંજામાં

નડિયાદ:વસોમાં રહેતા એેક  યુવકે વડોદરાના એક શખ્સ સાથે મળીને એક એન.આર. આઇ યુવતીને બ્લેકમેઇલ કરી રૂપિયા ૫૦ લાખ પડાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ વડોદરાના નાગરવાડ વિસ્તારના રહેવાસી પ્રવિણભાઇ પટેલ વર્ષોથી અમેરીકામાં રહે છે. પ્રવિણભાઇની પુત્રી જેસીકા એમ.બી.એ.નો અભ્યાસ કરે છે.તેની બહેનપણી ખુશીના કારણે તે વડોદરા વાસણા ગોત્રી રોડ પર રહેતા ચિરાયુ અશ્વિન પટેલના સંપર્કમાં આવી હતી.

(5:28 pm IST)