Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાપીના ડુંગરા ગામે રાત્રી દરમ્યાન સાળાનો બેન બનેવી પર લોખંડના પાઇપ વળે જીવલેણ હુમલો

વાપી: શહેરના ડુંગરા ગામે ડુંગરી ફળિયામાં રહેતા સાળાએ રાત્રિ દરમિયાન બેન અને બનેવી પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દેતાં ચકચાર મચી છે. દંપતિની ૧૦ વર્ષીય બાળકીએ બિલ્ડીંગમાં રહેતા ફુવાજીને મામાએ માતા-પિતાની હત્યા કરી હોવાનું જણાવતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મૃતક યુવાન બિહાર રહેતા માતા-પિતા સાથે ટેલિફોન પર વાતો કરતો હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ સાળાએ ઉશ્કેરાઈને આ કૃત્ય કર્યું હતું.

વાપીના ડુુંગરા ગામે ડુંગરી ફળિયામાં ડાયમન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અશરફઅલી ઉર્ફે બબલુ મોહંમદ સજ્જુ શાહ (ઉ.વ.૨૬) પત્ની શાફિયાની અને ૧૦ વર્ષની પુત્રી સાથે રહેતો હતો. રવિવારે મધરાતે અશરફઅલીનો સાળો મોહંમદ અસ્ફાક અબ્બાસઅલી શાહ ગ્રીલવાળી બારી વાટે ઘરમાં ઘુસ્યો હતો. અને ઘોર નિંદ્રામાં પોઢી રહેલા બનેવી અશરફઅલી પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઉંઘમાથી જાગેલી પત્ની શાફિયા બચાવવા જતા તેના પર પણ હુમલો કર્યો હતો. 

(5:28 pm IST)