Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

બારડોલીમાં પુત્રીના નબળા અભ્યાસથી ઝઘડો કરી પરિણીતાએ 9 વર્ષીય પુત્રી સાથે ફાસો ખાધો

બારડોલી: નગરમાં શાસ્ત્રી રોડ ઉપર આવેલી ગંગાનગર સોસાયટીમાં રહેતા ટાઈલ્સ ફીટ કરવાનું કામ કરતા યુવાનની ૨૭ વર્ષની પત્નીએ ૯ વર્ષની પુત્રીને ગળે ટૂંપો આપી પોતે છતની લોખંડની હૂંક સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતા મરતા અગાઉ અગાસીમાં સુતેલા પતિ પાસે પુત્રને સુવા મુકી આવી હતી. ૯ વર્ષની પુત્રીના નબળા અભ્યાસ અંગે પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ અંતિમ પગલું ભર્યુ હોવાનું પતિએ સંબંધીઓને જણાવ્યું હતું.

બારડોલી નગરમાં શાસ્ત્રી રોડ ઉપર આવેલી ગંગાનગર સોસાયટીમાં ભીખુ ઉર્ફે લાલુ ઉર્ફે મનોજ રમેશભાઈ ઉર્ફે રામસહાય રામકિશોર રાજપૂત પત્ની નંદી (ઉ.વ.૨૭), પુત્રી એંજલ (ઉ.વ.૯) અને પુત્ર વંશ સાથે રહે છે. અને મકાનમાં ટાઈલ્સ ફીટ કરવાનું કામ કરે છે. 

(5:27 pm IST)