Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

૨૧ જૂને ગુજરાતના હજારો કેન્દ્ર ઉપર વિશ્વ યોગ દિવસ ઉજવાશે

વડોદરા : આગામી ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં થનાર છે ત્યારે વડોદરામાં જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તડામાર તૈયારી થઇ રહી છે. શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લાં કલેકટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાયેલ હતી જેમાં તેઓએ વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા પર ભાર મૂકયો હતો.તેમજ સોશિયલ મીડિયા પર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જોડાય તેવા જરૂરી સૂચનો અધિકારીઓને આપ્યા હતા.

સ્વૈચ્છિક સંસ્થા જેવી કે, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નહેરૂ યુવા કેન્દ્ર, બહ્માકુમારી, પંતજલિ યોગ સમિતી મહિતીની સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે યોગ દિવસના કાર્યક્રમના આયોજન અંગેની ચર્ચા કરી હતી.

જિલ્લાભરમાં યોગના ૧૮૨૦ સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, માંજલપુર સ્પોર્ટસ કોલ્પલેક્ષ, કમાટી બાગ, એમ.એસ. યુનિવર્સિટી પેવેલીયન અને અકોટા કોમ્પલેક્ષ ખાતે યોજાશે. આ ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાના ૧૨, નગરપાલિકા કક્ષાના ૮, તાલુકા કક્ષાના ૧૬, શૈક્ષણિક સંસ્થા દ્વારા ૧૭૨૧ અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ૨૮ અને અન્ય ૩૦ જેટલા કાર્યક્રમો યોજાશે.

(3:32 pm IST)